DPS બોપલમાં કાવ્યોત્સવ, એકાંકી સ્પર્ધા યોજાઈ

અમદાવાદઃ કોરોના કાળમાં આશરે છેલ્લાં બે વર્ષથી સ્કૂલો બંધ છે, ત્યારે વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવવા માટે DPS બોપલે એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને સતત સ્ક્રીન સામે બેસી રહીને ઓનલાઇન ક્લાસની હાજરી વચ્ચે કલા-પ્રવૃત્તિ કોઈ પણ સ્વરૂપે હોય એ ઊર્જાનો પુનઃ સંચાર કરે છે. વિદ્યાર્થીઓમાં પડેલી અપાર સર્જનશક્તિને બહાર લાવવા માટે ગુજરાતની 26 સ્કૂલોએ દિલ્હી પબ્લિક સ્કૂલે યોજેલા (DPS-બોપલે) કાવ્યોત્સવ અને એક એકાંકી સ્પર્ધા (હિન્દી)માં ભાગ લીધો  હતો. સર્જન-2021ના ભાગરૂપે આ ઇવેન્ટ ડીપીએસ-બોપલના મુખ્ય સમારંભ તરીકે શનિવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સ્કૂલે ઇન્ટર સ્કૂલ સ્પર્ધાઓ યોજી હતી.

આ કાર્યક્રમમાં નાના સ્પર્ધકોએ પોતાના સર્જનાત્મક વિચારો અને કલા કાવ્યોત્સવના પ્લેટફોર્મ પર દર્શાવી હતી. ધોરણ-છથી 8નાં બાળકો માટે ‘ભારતીય સ્વતંત્રતા સેનાની’ વિષય રાખવામાં આવ્યો હતો, જ્યારે ધોરણ-9થી 10ના વિદ્યાર્થીઓ માટે ‘પ્રેરણાદાયક ચરિત્ર’ વિષય રાખવામાં આવ્યો હતો. ચૈત્ય શાહની હાજરીમાં યોજાયેલા આ સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિનાં કલાકાર લતા શાહ નિર્ણાયક હતાં.વિદ્યાર્થીઓએ સાચે જ આનંદદાયક પર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને તેમણે પોતાનાં એકાંકી લખ્યાં અને ભજવ્યાં હતાં, જે નાના શ્રોતાઓના મન ઉપર અમીટ છાપ છોડી ગયા હતા. જાહેર થયેલા પરિણામો નીચે મુજબ છેઃ

ગ્રુપ-1: ધોરણ-6 થી 8

  • વિજેતા : પ્રાંશુ વર્મા- સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ-વલસાડ
  • પ્રથમ રનર-અપ: જિયા અધ્યારુ – શિવાશિષ સ્કૂલ (CBSE)- બોપલ-અમદાવાદ
  • દ્વિતીય રનર-અપ: ભાર્ગવી બધેકા- સિંઘાણિયા પબ્લિક સ્કૂલ, ફોર્ટ- સોનગઢ
  • નિલય ગિડવાણી, સંત કબીર, નવરંગપુરા-અમદાવાદ

ગ્રુપ-2: ધોરણ-9 – 10

  • વિજેતા: સરગમ વૈદ્ય, સંત કબીર સ્કૂલ, ડ્રાઇવ-ઇન રોડ-અમદાવાદ
  • પ્રથમ રનર-અપ: હિયા પટેલ, જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ-અમદાવાદ
  • દ્વિતીય રનર-અપ: ભવ્યા ઠક્કર, સંત કબીર, નવરંગપુરા-અમદાવાદ