નાણાકીય તંગી વચ્ચે સ્પાઇસ જેટનું છટણીનું એલાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટ છટણીની તૈયારીમાં છે. રોકડની અછતનો સામનો કરી રહેલી એરલાઇને આર્થિક સંકટને ખાળવા માટે આ નિર્ણય કર્યો છે. જેથી કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે, જે કુલ વર્ક ફોર્સના 10-15 ટકા છે. હાલમાં અનેક નાની-મોટી વિદેશી કંપનીઓ મોટા પાયે છટણીનું એલાન કર્યું છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી ટર્નઅરાઉન્ડ અને કોસ્ટ કટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે અને હાલમાં ફંડ ઠાલવ્યા પછી કંપનીએ અનેક ઉપાયો શરૂ કર્યા છે. એમાં વર્કફોર્સમાં કાપ કરવાનું સામેલ છે. એનો હેતુ નફાકારક ગ્રોથ હાંસલ કરવાનો અને ઇન્ડિયન એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં તકોનો લાભ ઉઠાવવા માટે તૈયાર કરવાનો છે. આ પહેલથી રૂ. 100 કરોડ સુધીની વાર્ષિક સેવિંગની અપેક્ષા છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9000ની આસપાસ છે. કંપની હાલમાં લગભગ 30 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે, જેમાંથી આઠ લીઝ પર લેવામાં આવ્યા છે.

કંપનીના ઘણા કર્મચારીઓને કંપની તરફથી છટણી અંગેના કોલ મળવા લાગ્યા છે. અગાઉ કર્મચારીઓને પગારમાં સમયસર નહોતો મળતો. કંપની છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં સતત વિલંબ કરી રહી હતી. ઘણા કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરીનો પગાર મળ્યો નથી. કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. એકલા કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. 1400 કર્મચારીઓની છટણી પણ ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે. કંપનીના સ્ટેકહોલ્ડરોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે.  કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ રૂ. 60 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે કંપની 1400 કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે.