નવી દિલ્હીઃ અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના ડૂબવાની અસર ઘરેલુ શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એનાથી રોકાણકારોના આશરે રૂ. સવા ચાર લાખ કરોડ સ્વાહા થયા હતા. સેન્સેક્સમાંના 30માંથી 29 શેર્સ ઘટીને બંધ થયા હતા, જ્યારે નિફ્ટી ખાનગી બેન્કોના શેર બે ટકા ઘટ્યા હતા. મિડકે અને સ્મોલકેપ ઇન્કેસ અનુક્રમે 1.82 ટકા અને 1.99 ટકા તૂટીને બંધ થયા હતા. બધા સેક્ટોરલ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ થયા હતા. બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, ઓટો અને ટેલિકોમ્યુનિકેશન્સ સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ શેરબજારો પર અમેરિકી બેન્કોની પ્રતિકૂળ અસર અને નબળા વૈશ્વિક સંકેતોને પગલે સેન્સેક્સ સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યો હતો.
BSE સેન્સેક્સ 897.28 પોઇન્ટ તૂટીને 58,237.85ની સપાટી બંધ થયા હતા. NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 257.40 પોઇન્ટ 17,155.50ના મથાળે બંધ રહ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીની અસર એટલી હતી કે સેન્સેક્સમાં સમાવિષ્ટ એક શેર તેજી સાથે બંધ થયો હતો. ટેક મહિન્દ્રાનો શેર 6.83 ટકાની તેજી સાથે 1133.60ના મથાળે બંધ રહ્યો હતો.
રોકાણકારોના રૂ. 4.21 લાખ કરોડ સ્વાહા
BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ શુક્રવારે રૂ. 262.94 લાખ કરોડ હતું, જેમાં જે રૂ. 4.21 લાખ કરોડ ઘટ્યું હતું.
બેન્ક નિફ્ટી 920 પોઇન્ટ ઘટ્યો
બેન્કિંગ શેરોમાં આજે ભારે વેચવાલી થઈ હતી. NSEનો બેન્ક નિફ્ટી 920.75 પોઇન્ટ તૂટીને 39,564.70ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં સામેલ 12 શેરો તૂટીને બંધ રહ્યા હતા.