બીએસઈ એસએમઈ પર વધુ બે કંપનીઓ લિસ્ટ થઈ

મુંબઈ તા.13 માર્ચ, 2021: બીએસઈ એસએમઈ પર 423મી કંપની રેસજેન લિમિટેડ અને 424મી કંપની તરીકે આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.

રેસજેન મુંબઈમાં રજિસ્ટર્ડ કંપની છે અને ફરનેસ ઓઈલના વિકલ્પ એવા પાયરોલિસિસ ઓઈલનું ઉત્પાદન કરે છે. કંપની પાયરોલિસિસનું ઉત્પાદન બધા પ્રકારના પ્લાસ્ટિકના ભંગારમાંથી કરે છે. એના ઉત્પાદન સાથે આડપેદાશ તરીકે કાર્બન (કોલસાનો વિકલ્પ) અને ગેસ (એલપીજીનો વિકલ્પ)નું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 60 લાખ શેર્સ રૂ.45-47ની પ્રાઈસ રેન્જમાં શેરો ઓફર કર્યા હતા. ઈશ્યુ 2 માર્ચ,2023ના રોજ સંપન્ન થયો હતો.

આઈટીકોન્સ ઈ-સોલ્યુશન્સ લિમિટેડ નવી દિલ્હીમાં રજિસ્ટર્ડ છે, જે માનવસંસાધન સંબંધિત સર્વિસીસ પૂરી પાડે છે, જેમાં કંપની વતીથી નિમણૂક આદિનો સમાવેશ થાય છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 17 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ની કિંમતે ઓફર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 2 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો.