વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના નંબર જોવા શાળાઓમાં ઊમટી પડ્યા

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 2023ની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થઈ રહી છે. બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓએ રિસીપ્ટ અને શાળા સુનિશ્ચિત થયા બાદ ક્યાં નંબર આવ્યો છે..એ માટે શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા જે શાળા કેન્દ્રમાં આપવાની છે, એના નોટિસ બોર્ડ પર પોતાનો નંબર ‘રિસીપ્ટ’ સાથે ‘કન્ફર્મ ‘કર્યો હતો. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની એક માહિતી મુજબ ધોરણ 10-12માં 16.55 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે રાજ્યમાં 83 ઝોન અને 1623 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

આજના દિવસે દરેક વિસ્તારની શાળાએ પરીક્ષા કેન્દ્રની બહાર નંબરની યાદી મૂકતાની સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. કેટલીક શાળાઓએ પરીક્ષામાં વિદ્યાર્થીઓને અનુસરવાની સૂચનાઓ અને સૂચનો નોટિસ બોર્ડ પર મૂકી દીધાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)