ન્યુ મેક્સિકોઃ વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન સાથે અબજોપતિ જેફ બેઝોસને અંતરિક્ષમાં નવ દિવસની યાત્રા કરીને હરાવવાનું લક્ષ્ય ધરાવે છે. બ્રેનસનની કંપનીએ જાહેરાત કરી હતી કે એની આગામી ટેસ્ટ ફ્લાઇટ 11 જુલાઈ હશે અને તેના સ્થાપક સહિત છ લોકો તેમાં સામેલ થશે. એ રોકેટ શિપ ન્યુ મેક્સિકોથી ઉડાન ભરશે, કંપનીના કર્મચારીઓનું ગ્રુપ લઈ જવાવાળું પહેલું રોકેટ હશે. વર્જિન ગેલેક્ટિક માટે એ અંતરિક્ષની ચોથી યાત્રા હશે.
બેઝોસના બ્લુ ઓરિજિને કહ્યું હતું કે બેઝોસની સાથે 20 જુલાઈ એક મહિલા એરોસ્પેસ પાયોનિયરની સાથે અંતરિક્ષમાં જશે, જેણે રોકેટમાં જવા 60 વર્ષ રાહ જોઈ હતી. બેઝોસે 20 જુલાઈને વેસ્ટ ટેક્સાસ લોન્ચની તારીખ પસંદ કરી છે, કેમ કે એ એપોલો 11 ચંદ્ર પર ઉતરાણની 52મી વર્ષગાંઠ છે. એમેઝોનના સ્થાપક બ્લુ ઓરિજિનના ડેબ્યુ લોન્ચ પર લોકોની સાથે હશે. તેમનો ભાઈ 2.8 કરોડની ચેરિટી લિલામીના વિજેતા અને વેલી ફન્ક મર્ક્યુરી 13માંનો અંતિમ જીવિત સભ્યોમાંનો એક છે, જેને સન્માનિત અતિથિના રૂપમાં પસંદ કરવામાં આવ્યો છે.
2000ના દાયકાના પ્રારંભે બ્રેનસન અને બેઝોસ સબઓર્બિટલ રોકેટ વિકસિત કરવા અને લોન્ચ કરવા માટે પ્રતિસ્પર્ધા કરી રહ્યા હતા. બુધવારે મોડી સાત સુધી બ્રેનસને એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે તે જાહેર રૂપથી વેપાર કરતી કંપની દ્વારા તેમના પર લગાવાયેલાં નિયંત્રણોને કારણે તેઓ સ્પેસમાં ક્યારે જશે, પણ તેમણે ભાર દઈને કહ્યું હતું કે તેમના એન્જિનિયરો તેમને જવા માટે કહેશે, તેઓ ઉડાન ભરવા માટે ફિટ અને સ્વસ્થ છે.