શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો; મુકેશ-નીતા દાદા-દાદી બન્યાં

મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા પહેલી જ વાર દાદા-દાદી બન્યાં છે. એમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારના પ્રવક્તાએ આ જાણકારી આપી છે.

પ્રવક્તાએ કહ્યું કે, નીતા અને મુકેશ અંબાણી પહેલી જ વાર દાદી-દાદા બન્યાંનો આનંદ માણી રહ્યાં છે. એમનાં પરિવારમાં ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીનાં પ્રપૌત્રનો જન્મ થયો છે. માતા શ્લોકા અને એમનાં પુત્ર, બંનેની તબિયત સારી છે. મહેતા અને અંબાણી, બંને પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.

જિયો કંપનીના ડાયરેક્ટર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ 9 માર્ચ, 2019માં લગ્ન કર્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]