નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના જ અન્ય મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. તેમના પોર્ટથી એનર્જી સુધી ફેલાયેલા સમૂહના શેરોમાં સતત તેજી આવતાં તેમની સંપત્તિમાં વધારો થયો છે.
બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના તાજા અહેવાલ મુજબ અદાણીની કુલ સંપત્તિ વધીને 92.6 અબજ અમેરિકન ડોલર છે, જ્યારે અંબાણીની સંપત્તિ 90.8 અબજ ડોલર છે. એ સાથે તેઓ ભારત અને એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. એ સાથે તેઓ વિશ્વની અબજોપતિઓની યાદીમાં 19મા સ્થાને પહોચ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 20મા ક્રમાંકે આવી ગયા છે.
અદાણીની મોટા ભાગની સંપત્તિ તેમના સમૂહની 10 લિસ્ટેડ કંપનીઓમાં રહેલા હિસ્સેદારી પરથી આવે છે.
આ વર્ષે અદાણીની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો
વર્ષ 2026 દરમ્યાન અદાણી જૂથની કંપનીઓના શેરોમાં સતત તેજી જોવા મળી છે. એની સીધી અસર તેમની વ્યક્તિગત સંપત્તિ પર પણ પડી છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. જેનાથી તેમણે એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિનું સ્થાન હાંસલ કરી લીધું છે.
માત્ર એક દિવસમાં 3.56 અબજ ડોલરનો સંપત્તિમાં વધારો
ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીનીની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી હતી. આ તેજીને પગલે તેમની નેટવર્થમાં આશરે 3.56 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો.
STORY | Adani overtakes Ambani to become Asia’s richest
Tycoon Gautam Adani has overtaken fellow Gujarat business czar Mukesh Ambani to become Asia’s richest person, as a sustained rally in shares of his ports-to-energy conglomerate lifted his net worth.
READ:… pic.twitter.com/QCsaN4nNTb
— Press Trust of India (@PTI_News) April 17, 2026
ટોપ 50 યાદીમાં અદાણી અને અંબાણી જ માત્ર ભારતીયો છે
અંબાણી દાયકાથી વધુ સમય સુધી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ રહ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી 2022માં અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજીથી અદાણી ટોચે પહોંચ્યા હતા.
વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે?
વિશ્વના શ્રીમંતોની યાદીમાં એલન મસ્ક હજી પણ પહેલા ક્રમાંકે છે, જેમની કુલ સંપત્તિ 656 અબજ ડોલર દર્શાવવામાં આવી છે. બીજા ક્રમાંકે લૈરી પેજ છે, જેમની નેટવર્થ 286 અબજ ડોલર છે. આ સિવાય ટોચ-10ની યાદીમાં જેફ બેજોસ, સર્ગેઇ બ્રિન, માર્ક ઝુકરબર્ગ, લૈરી એલિસન, માઇકલ ડેલ, જેસન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જિમ વોલ્ટન જેવાં નામ સામેલ છે.
અદાણી ગ્રુપ પરિવહન અને લોજિસ્ટિક્સ, ઊર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, કુદરતી સંસાધનો, એરપોર્ટ, ડિફેન્સ અને એરોસ્પેસ, ડેટા સેન્ટર, સિમેન્ટ, મીડિયા, રસ્તા, રેલ અને મેટ્રો નેટવર્ક, રિયલ એસ્ટેટ, અર્બન રિડેવલપમેન્ટ, ફૂડ અને FMCG, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને બિઝનેસ ઇન્ક્યુબેશન જેવાં ક્ષેત્રોમાં વિવિધ પોર્ટફોલિયો ઊભો કર્યો છે.
ગ્રુપના જણાવ્યા મુજબ ગૌતમ અદાણી ભારતના એવા પ્રથમ પ્રથમ-પેઢીના ઉદ્યોગસાહસિક છે જેમણે પોતાના વ્યાપાર સામ્રાજ્યને 200 અબજ ડોલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચાડ્યું છે.


