તમામ એરપોર્ટ્સ પર ઈંડિગોની સેવા 90-મિનિટ માટે ઠપ; પ્રવાસીઓ અટવાયાં

મુંબઈ – ડોમેસ્ટિક એરલાઈન ઈંડિગોએ આજે જાહેરાત કરી છે કે કોઈક ટેકનિકલ ક્ષતિને કારણે દેશના ઘણા ખરા વિમાનીમથકો ખાતે એની સેવાઓ, સિસ્ટમ ઠપ થઈ ગઈ છે. આને કારણે દેશભરના એરપોર્ટ્સ પર આ એરલાઈનના પ્રવાસીઓ અટવાઈ ગયા છે. ઈંડિગોએ પ્રવાસીઓને કહ્યું છે કે તેઓ સહાયતા માટે એરલાઈનની સત્તાવાર વેબસાઈટની વિઝિટ લે. ઈંડિગોની સિસ્ટમ્સ 90-મિનિટ માટે ઠપ થઈ ગઈ હતી.

ઈંડિગોએ એક ટ્વીટમાં લખ્યું છે કે, સહાયતા માટે ટ્વિટર કે ફેસબુક અમારો સંપર્ક કરો અથવા https://www.goindigo.in વેબસાઈટ પર અમારી સાથે ચેટ કરો. તમે 01246173838 નંબર પર અમને કોલ પણ કરી શકો છો.

httpss://twitter.com/IndiGo6E/status/1048864597346664448

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]