ઈન્ડોનેશિયામાં ભૂકંપ, સુનામી ત્રાટક્યા બાદ 5000 લોકો લાપતા છે

જકાર્તા – ગઈ 28 સપ્ટેંબરે ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર પાલુ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ત્રાટકેલા ભૂકંપ અને ત્યારબાદ સમુદ્રમાં ઉછળેલા સુનામી મોજાંને કારણે 1,700થી વધુ લોકો માર્યા ગયા હતા, પરંતુ બીજાં પાંચ હજાર જેટલા લોકો લાપતા હોવાનો અહેવાલ છે.

કુદરતી આફતો ત્રાટક્યાને આઠ દિવસ વીતી ગયા છે, પણ પાંચ હજાર જેટલા લોકોનો હજી પત્તો લાગ્યો નથી.

ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના જણાવ્યા મુજબ, પાલુ શહેરના પેટોબો અને બેલારો વિસ્તારોના લોકો પાસેથી મળેલી જાણકારી મુજબ 5000 લોકો લાપતા થયા છે. મરણાંક અત્યાર સુધીમાં 1,763નો નોંધાયો છે.

અધિકારીઓનું કહેવું છે કે હજી ઘણા વિસ્તારો કાદવ અને કાટમાળના ડુંગરો નીચે ખડકાયેલા છે એટલે લાપતા લોકોનો ચોક્કસ આંકડો જાણી શકાય એમ નથી.

httpss://youtu.be/BVuh1nBAALI

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]