આઈપીએલ સ્પર્ધામાં સટ્ટાખોરી (Betting)ને કાયદેસર બનાવવી જોઈએઃ પ્રીતિ ઝીન્ટા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની સહ-માલિકણ પ્રીતિ ઝીન્ટાએ કહ્યું છે કે સરકારે આ સ્પર્ધામાં સટ્ટાખોરી (Betting)ને કાયદેસર કરી દેવી જોઈએ.

પ્રીતિએ કહ્યું છે કે Bettingને કાયદેસર કરી દેવાથી સરકાર માટે આવકનું નવું સાધન પણ ઊભું થશે.

પ્રીતિએ વધુમાં કહ્યું છે કે બેટીંગને કાયદેસર કરી દેવાથી આ સ્પર્ધામાં છવાયેલા ભ્રષ્ટાચારને રોકવામાં સરકારને મદદ પણ મળશે.

ઉલ્લેખનીય છે કે 2013માં, આઈપીએલ સ્પર્ધામાં Betting કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

આઈપીએલ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં સૌથી લોકપ્રિય T20 લીગ સ્પર્ધા ગણાય છે.

બેટીંગ (સટ્ટાખોરી) સહિતના અનેક વિવાદોને કારણે આઈપીએલ બહુ બદનામ પણ થઈ છે. ગયા વર્ષે, બોલીવૂડ એક્ટર અને નિર્માતા અરબાઝ ખાને કબૂલ કર્યું હતું કે આઈપીએલની મેચોમાં એણે સટ્ટો રમ્યો હતો અને રૂ. 2.80 કરોડની રકમ ગુમાવી હતી. પોલીસે એની પૂછપરછ પણ કરી હતી.