આલિયા-વરુણ ગયાં છે કારગીલ; ‘કલંક’ના શૂટિંગ માટે

મુંબઈ – આલિયા ભટ્ટ બોલીવૂડની એ હિરોઈનોમાંની એક છે, જે તેની તાજેતરની ફિલ્મોની સફળતાથી એકદમ આનંદમાં છે. આલિયા છેલ્લે ‘રાઝી’ ફિલ્મમાં જોવા મળી હતી.

હવે આલિયા તેની ફિલ્મના શૂટિંગ માટે જમ્મુ-કશ્મીરના કારગીલમાં ગઈ છે. ત્યાં એની નવી ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ થવાનું છે.

આલિયાની સાથે વરુણ ધવન પણ કારગીલ ગયો છે.

25 વર્ષીય આલિયાએ એક તસવીર એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં એ ‘કલંક’નાં ક્રૂ મેમ્બર્સ સાથે જોવા મળે છે. જોકે એ ફોટામાં વરુણ દેખાતો નથી.

‘કલંક’ ફિલ્મમાં આલિયા, વરુણ ઉપરાંત સંજય દત્ત, માધુરી દીક્ષિત-નેને, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]