મુંબઈઃ 1 ઓક્ટોબરથી શરૂ થયેલી નવી મોસમ (2022-23)માં ભારત 3 કરોડ 65 લાખ ટન સાકરનું ઉત્પાદન કરશે એવી સંભાવના સાકર ઉદ્યોગની અગ્રગણ્ય સંસ્થાએ વ્યક્ત કરી છે.
સાકર ઉત્પાદકોની સંસ્થા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, દુનિયામાં સાકરના સૌથી વધારે ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો નંબર આવે છે. ભારતે ગત્ મોસમ (વર્ષ 2021-22)માં 3 કરોડ 58 લાખ ટન સાકરનું ઉત્પાદન કર્યું હતું.