આઇસી15 ઇન્ડેક્સમાં 498 પોઈન્ટનો વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સમાં લગભગ બે ટકાની આસપાસ વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. ઈક્વિટી અને કોમોડિટીઝ માર્કેટમાં પણ આવી જ સ્થિતિ હતી. આઇસી15ના 15 ઘટકોમાંથી માત્ર એક્સઆરપીમાં બે ટકાનો ઘટાડો થયો હતો. બાકીના બધા કોઇનના ભાવ વધ્યા હતા. ક્રીપ્ટો માર્કેટનું કેપિટલાઇઝેશન 928 અબજ ડોલર રહ્યું છે.

હોંગકોંગના નાણાપ્રધાન પૉલ ચાને જણાવ્યા મુજબ એમનો દેશ વર્ચ્યુઅલ એસેટના રોકાણકારો માટેનું વૈશ્વિક કેન્દ્ર બનવા માગે છે. સ્થાનિક અર્થતંત્રને હવે ઇનોવેશન અને ટેક્નૉલૉજીથી વેગ આપવામાં આવશે.

નોંધનીય છે કે દક્ષિણ કોરિયા નાગરિકોને ઓળખ માટેનાં ફિઝિકલ કાર્ડને બદલે બ્લોકચેઇન આધારિત ડિજિટલ આઇડી કાર્ડ વાપરવાની પરવાનગી આપશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.8 ટકા (498 પોઇન્ટ) વધીને 27,908 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,410 ખૂલીને 27,914ની ઉપલી અને 27,370 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,410 પોઇન્ટ 27,914 પોઇન્ટ 27,370 પોઇન્ટ 27,908 પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)