નબળી માગને પગલે જોન્સન એન્ડ જોન્સને પ્લાન્ટ વેચ્યો

નવી દિલ્હીઃ હેલ્થ એન્ડ વેલનેસ વેપારની દિગ્ગજ કંપની જોન્સન એન્ડ જોન્સન છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્ટની માગમાં થયેલા ઘટાડાને કારણે વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કંપનીએ દેશમાં સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વેચી દીધો છે. તેલંગાણાના પેંજેરલામાં મોજૂદ જોન્સન એન્ડ જોન્સનનો પ્લાન્ટ હેટેરોને વેચી દીધો છે. જોકે આની નાણાકીય વિગતોની માહિતી હજી સુધી નથી મળી. કંપનીના પ્રવક્તાએ આ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીનો ઉત્પાદન પ્લાન્ટ 55.27 એકરમાં ફેલાયેલો છે. એ પ્લાન્ટ વર્ષ 2016માં તૈયાર થયો હતો. કંપનીએ મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ આ પ્લાન્ટને તૈયાર કર્યો હતો. આ પ્લાન્ટમાં કંપનીની યોજના મર્ન્ચડાઇઝ, બેબી કેર, ઈયર બડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઓલ સ્કિન કેર પ્રોડક્ટ્સ બનાવવાની હતી, પણ આ પ્લાન્ટ બનાવ્યા પછી કામકાજ નથી થયાં. કંપનીઆ પ્લાન્ટ પર રૂ. 310 કરોડનો ખર્ચ થયો હતો. જે પછી આ પ્લાન્ટ કંપનીએ વેચવા કાઢ્યો હતો.

કંપની છેલ્લા ઘણા સમયથી તેનાં ઉત્પાદનોમાં નબળી માગનો સામનો કરી રહી છે. કંપનીએ વર્ષ 2020-21માં જમીનની કિંમત રૂ. 33 કરોડથી વધુ લગાડી હતી. કંપનીએ વર્ષ 21022માં હિમાચલના બદ્દીમાં મેડિકલ ડિવિઝન ખરીદ્યું હતું. હેટેરોએ કંપનીનો પ્લાન્ટ ખરીદી લીધો છે. કંપનીએ એ પ્લાન્ટમાં રૂ. 600 કરોડનું મૂડીરોકાણ કરીને એમાં ઉત્પાદન સુવિધા વિકસાવશે અને ફાર્મા અને બાયોલોજિકલ ફેક્ચરિંગ યુનિટ માટે એનો ઉપયોગ કરશે.

હૈદરાબાદની દવા કંપનીએ કહ્યું હતું કે એનું લક્ષ્ય 2000 લોકોને બાયોકેમેસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ્સ મોલિક્યુલ બાયો સાયન્સ એન્જિનિયરિંગ અને કંપનીના અન્ય વિભાગોમાં નોકરીઓ આપવાનું છે. કંપનીના વામસી કૃષ્ણએ કહ્યું હતું કે આ પ્લાન્ટને અપગ્રેડ કરવામાં અમે 7.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરીશું.