ભારતીય વેપારીએ મસ્કને ઇલેક્ટ્રિક કાર મામલે પડકાર ફેંક્યો

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શ્રીમંત વેપારી એલન મસ્ક ઇલેક્ટ્રિક વેહિકલને મામલે વિશ્વમાં નંબર વન છે. ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર વિશ્વના કોઈ પણ ભાગમાં તરત જ વેચાઈ જાય છે. જોકે ઓલા (Ola)ના યુવા સંસ્થાપક ભાવિશ અગ્રવાલે એલન મસ્કને સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવાના મામલે પડકાર ફેંક્યો છે. ઓલા દેશની સૌથી મોટી રાઇડ શેર કંપની છે, જેણે ઉબેર જેવી મોટી કંપનીને ભારતની ટોપ બ્રાન્ડ બનવાથી અટકાવી રાખી છે.

ઓલાના સંસ્થાપક 37 વર્ષીય ભાવિશ અગ્રવાલે દેશના સૌથી મોટા અને મજબૂત ઇચ્છાશક્તિવાળા ઉદ્યોગ સાહસિક છે. ભાવિશે 20 વર્ષની ઉંમરે દેશની ઓલાની સ્થાપના કરી હતી અને ઉબેર સાથે સ્પર્ધા કરી હતી. હવે અગ્રવાલ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિ.થી એલન મસ્કની ટેલા ઇન્ક. અને ચીનની બીવાયડી (BYD) – જેવી મોટી કંપનીઓને સસ્તી ઇલેક્ટ્રિક કાર મામલે ટક્કર આપવા ઇચ્છે છે.

જોકે ઓલાના સંસ્થાપક અગ્રવાલને ભવિષ્યની વ્યૂહરચના અને મહત્ત્વાકાંક્ષી યોજનાને કારણે ઓલાના ઇલેક્ટ્રિકના બોર્ડના સભ્યો અને કેટલાક મેનેજરને અડચણો આવી રહી છે. તેમણે સેફ્ટી અને બિઝનેસ મોડલને લઈને સવાલ ઊભા કર્યા છે.

ઓલાના બે ડઝનથી વધુ ભૂતપૂર્વ અને હાલના કર્મચારીઓએ નામ નહીં પવાની શરતે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલ સસ્તા બનાવવા માટે કંપની અનેક ક્વોલિટી સાથે સમજૂતી કરી રહી છે. એ સાથે જ સપ્લાય ચેઇનથી સંબંધિત મુશ્કેલીઓએ કંપનીને ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ વધારી છે.