આઇસી15 ઇન્ડેક્સમાં 912 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ  બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશા યથાવત્ રહેતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિ થઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.43 ટકા (912 પોઇન્ટ) વધીને 38,305 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,393 ખૂલ્યા બાદ 38,856ની ઉપલી અને 37,245ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રોન સિવાયના ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા. 4થી 11 ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન ચેઇનલિંક, પોલીગોન, ડોઝકોઇન અને સોલાના હતા.

દરમિયાન, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી અને સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને વર્તમાન ક્રીપ્ટો નીતિમાં સુધારો કરતું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. રિટેલ રોકાણકારો માટે કોમ્પ્લેક્સ ક્રીપ્ટોકરન્સી પ્રોડક્ટ્સની ખરીદી કરવાની મનાઈ આ સુધારા દ્વારા ફરમાવવામાં આવી છે. બીજી બાજુ, જે. પી. મોર્ગનના તાજેતરના સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ટૂંક સમયમાં અનેક સ્પોટ બિટકોઇન ઈટીએફને મંજૂરી આપશે.