આઇસી15 ઇન્ડેક્સ 456 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ પ્રોત્સાહક મેક્રોઈકોનોમિક પરિબળો અને નિયંત્રણમાં રહેલા ફુગાવાને કારણે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સુધારો થયો હતો. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 456 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટકો વધ્યા હતા, જેમંથી લાઇટકોઇનમાં 7.5 ટકાનો સર્વોચ્ચ વધારો થયો હતો. અવાલાંશ, બિટકોઇન અને ચેઇનલિંક પણ 2-3 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, બેન્ક ઓફ કોરિયા અને ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે ઓફલાઇન પેમેન્ટ માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના ઉપયોગ બાબતે સંશોધન કરવા સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બીજી બાજુ, રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેએ આશરે 14 અબજ ઝિમ્બાબ્વીયન ડોલર મૂલ્યની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનું વેચાણ કર્યું હતું. એની પાછળનો ઉદ્દેશ્ય અર્થતંત્રને સ્થિરતા આપવાનો હતો.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.21 ટકા (456 પોઇન્ટ) વધીને 38,320069 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,613 ખૂલીને 38,205ની ઉપલી અને 37,522 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.