IITGNના સભ્યો, વિદ્યાર્થીઓએ ‘સ્વર સંગમ’ કાર્યક્રમ માણ્યો

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN)ના સભ્યો અને વિદ્યાર્થીઓએ 13 મેએ ‘સ્વર સંગમઃ એક સાંજ રાગો’ને નામ પ્રસ્તુત કરવા માટે અનુભવી કલાકારોની સાથે સહયોગ સાધ્યો હતો. સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ IITGNના પ્રાંગણમાં જસુભાઈ મેમોરિયલ ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનુભવી કલાકારોએ વ્યક્તિગત અને જુગલબંધી પર્ફોર્મન્સ આપ્યો હતો. આ કાર્યક્રમને સંગીતપ્રેમીઓએ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી કલાકારોનું પર્ફોર્મન્સ

પ્રોફેસર મિથુન રાધાકૃષ્ણનઃ આ કાર્યક્રમમાં કર્ણાટકના મૈસૂરના રહેવાસી અને મેન્ડોલિન ખેલાડી પ્રોફેસર મિથુન રાધાકૃષ્ણ, અસિસ્ટન્ટ પ્રોફેસર (કેમિકલ એન્જિનિયરિંગ)એ ઇલેક્ટ્રિક મેન્ડોલિનની સાથે પર્ફોર્મ કર્યું હતું. તેઓ અત્યાર સુધી ભારત અને અમેરિકામાં 50થી વધુ સંગીત કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.

પ્રોફેસર સૌમ્યબ્રત ચક્રવર્તીઃ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પર ફર્સ્ટ ક્લાસ વિશારદ ડિગ્રીધારક અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ ક્ષેત્રે વિઝિટિંગ પ્રોફેસરે વાયોલિનની સાથે પ્રસ્તુતિ કરી હતી.

અનંત મેનન સ્વતંત્ર શાસ્ત્રીય ડાન્સર અને સંગીતકાર અનંત મેનન ભરતનાટ્યમ, કુચીપુડી અને કથકલીમાં પારંગત છે. તેમણે આ કાર્યક્રમમાં મૃદંગમ વગાડ્યું હતું. તેમણે વિશ્વ સ્તરે જર્મનીના ફેન્કફર્ટ, ઓસ્ટ્રિયાના ના વિયેના પ્રાગ, બુડાપેસ્ટ વગેરેમાં સંગીત કાર્યક્રમ કરેલા છે.

હેમંત જોશીઃ દિલ્હી અને ફરુખાબાદ ઘરાનાના તબલાવાદક હેમંત જોશીએ 11 વર્ષની ઉંમરે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના પેનલમાં સ્વીકૃત કલાકાર હેમંતભાઈએ સંગીત ક્ષેત્રે અનેક પદક, એવોર્ડ્સ અને સ્પર્ધાઓ જીતી છે.

હર્ષવર્ધન દાંડેલિયાઃ મેકેનિકલ એન્જિનિયર અને પીએચ.ડી સ્કોલર હરવંશભાઈએ ઇલેક્ટ્રિક બાસ સાથે પર્ફોર્મ કર્યું હતું. તેઓ 12 વર્ષની ઉમંરથી સંગીત વાદ્યયંત્ર વગાડી રહ્યા છે.

આ આયોજન પાછળ માનવતા અને સામાજિક વિજ્ઞાનનો વિચાર રહેલો છે, એમ કહેતાં IITGNની પહેલના સંસ્થાપક પ્રોફેસર જૈસન માંજલીએ કહ્યું હતું કે આ આયોજન એક કલાના રૂપે સંગીતની શક્તિનો ઉત્સવ છે, જે વ્યક્તિઓ અને સમાજોને એકજૂટ કરે છે. આ સાથે IITGNના કલા ક્યુરેટર અવની વારિયાએ કહ્યું હતું કે આ આયોજન સંસ્થા માટે  અને મારા માટે એક મીલનો પથ્થર છે, જે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને અન્ય કલાકારો સાથે રચનાત્મક સહયોગ સાધે છે અને એક મંચ પર પર્ફોર્મ કરે છે.