આઇસી15 ઇન્ડેક્સ 232 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ મેક્રોઈકોનોમિક અંદાજમાં સુધારો થવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થોડો સુધારો જોવા મળ્યો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.69 ટકા (232 પોઇન્ટ) વધીને 33,938 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,706 ખૂલીને 34,140ની ઉપલી અને 33,559ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિંક, બીએનબી, અવાલાંશ અને પોલીગોનમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે સોલાના, શિબા ઇનુ, લાઇટકોઇન અને ડોઝકોઇનમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, તાઇવાનમાં નાણાકીય ક્ષેત્રના નિયમનકાર આ સપ્તાહના પાછલા ભાગમાં ક્રીપ્ટો સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરવાના છે એની પહેલાં નવ ક્રીપ્ટો એક્સચેન્જોએ  સંગઠન રચી લીધું છે. એનો ઉદ્દેશ્ય માર્ગદર્શિકાના આધારે સમગ્ર ઉદ્યોગ માટે સ્વયંશિસ્ત માટેના નિયમો ઘડવાનો છે. અન્ય એક ઘટનામાં બાઇનાન્સ જાપાન અને મિત્શુબિશી યુએફજે ટ્રસ્ટ બેન્કે પ્રોગમેટ કોઇન પ્લેટફોર્મ પર ફિયાટ કરન્સી આધારિત સ્ટેબલકોઇન વિકસાવવા માટે સહયોગ સાધ્યો છે. બીજી બાજુ, ભારતની ક્રીપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ કંપની મુદ્રેક્સે ઇટાલીમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે યુનાઇટેડ કિંગડમમાં વિસ્તાર કરવાનું આયોજન કર્યું છે. ઉપરાંત, નાસાએ ચંદ્ર પર મોકલવામાં આવનારા નવા મિશન આર્ટેમિસ 3માં મનુષ્યો ખરેખર ચંદ્ર પર ઉતર્યા છે એ વેરિફાય કરવા માટે તથા ડેટાનું વેરિફિકેશન કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.