મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા પ્રોત્સાહક આવવાની શક્યતાને જોતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (114 પોઇન્ટ) વધીને 38,383 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,269 ખૂલીને 38,520ની ઉપલી અને 37,662 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કોઇનમાં ચેઇનલિંક, સોલાના, બિટકોઇન અને બીએનબી સામેલ હતા.
દરમિયાન, યુનાઇટેડ આરબ અમીરાત્સ બ્લોકચેઇન ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી કાર્બન ક્રેડિટના ટ્રેડિંગ માટેની સિસ્ટમ વિકસાવવા અર્થે બ્લોકચેઇન કંપની વીનોમ ફાઉન્ડેશન અને ઇન્ડસ્ટ્રિયલ ઇનોવેશન ગ્રુપ સાથે સહકાર સાધવામાં આવ્યો છે.
બીજી બાજુ, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે વેબ3 ક્ષેત્ર સહિતનાં અલગ અલગ ફિનટેક સોલ્યુશન્સને સહાય કરવા માટે આશરે 112 મિલ્યન ડોલરનું ભંડોળ જાહેર કર્યું છે.