આઇસી15 ઇન્ડેક્સ 330 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટકોમાંથી યુનિસ્વોપ, કાર્ડાનો, બિટકોઇન અને એક્સઆરપીમાં 1થી 4 ટકાનો ઘટાડો થયો હતો. અવાલાંશ, સોલાના, ડોઝકોઇન અને બીએનબીમાં 2થી 7 ટકાનો વધારો થયો હતો.

દરમિયાન, અમેરિકાની ફાઇનાન્સ સર્વિસીસ કમિટીએ સ્ટેબલકોઇનના નિયમન માટે સ્ટેબલકોઇન ખરડાનો મુસદ્દો બહાર પાડ્યો છે. આ ખરડાનો ઉદ્દેશ્ય ડિજિટલ ડોલરનો વિકસા કરવાનો અને ફેડરલ રિઝર્વને સ્ટેબલકોઇનનું નિયમનકાર બનાવવાનો પણ છે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમ મેટાવર્સ અને વેબ3ની દિશામાં આગળ વધી રહ્યું છે. તેણે આ કામ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેક્નોલોજીની રચના કરી છે.

હોંગકોંગના એક સરકારી અધિકારીએ ક્રીપ્ટોના નિયમન માટે અને વેબ3 સ્ટાર્ટઅપનું કેન્દ્ર બનવા માટેના શહેરના આયોજનની રૂપરેખા જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ હોંગકોંગનું સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ઓફ હોંગકોંગ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સનું પણ નિયમન કરવા માગે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.82 ટકા (330 પોઇન્ટ) ઘટીને 40,012 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,342 ખૂલીને 40,581ની ઉપલી અને 39,920 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.