મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ફરીથી ઘટાડો થયો હતો. માર્કેટના મુખ્ય ઇન્ડેક્સ – આઇસી15ના મોટાભાગના કોઇનના ભાવમાં ઘટાડો થયો હતો. એમાંથી અવાલાંશ, સોલાના, શિબા ઇનુ અને પોલીગોનમાં 2થી 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વધેલા કોઇનમાં એક્સઆરપી, ટ્રોન, યુનિસ્વોપ અને ડોઝકોઇનમાં 1 ટકા સુધીનો વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.065 ટ્રિલ્યન ડોલર થયો હતો.
યુનાઇટેડ કિંગડમની બેન્કિંગ ક્ષેત્રની નિયમનકાર સંસ્થા – પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટી ડિજિટલ એસેટ્સ ઇસ્યૂ અને હોલ્ડ કરવાને લગતા નિયમો રજૂ કરવાનું આયોજન ધરાવે છે. આ ઓથોરિટી ક્રીપ્ટોકરન્સી બાબતેનું વલણ સખત બનાવવા પ્રયત્નશીલ છે. બીજી બાજુ, જર્મનીની નાણાકીય ક્ષેત્રની નિયમનકાર સંસ્થા બાફિને ક્રીપ્ટોકરન્સી કસ્ટોડિયન ફિનોઆને જર્મનીમાં સેવાઓ ઓફર કરવા માટે ત્રણ લાઇસન્સ આપ્યા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.56 ટકા (186 પોઇન્ટ) ઘટીને 33,042 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,228 ખૂલીને 33,881ની ઉપલી અને 32,814 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.