બીએસઈ સ્ટાર એમએફ પર ફેબ્રુઆરીમાં 2.53 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ તા.2 માર્ચ, 2023: બીએસઈ સ્ટાર એમએફ પર ગત ફેબ્રુઆરી મહિનામાં 2.53 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે,  જે એક મહિનામાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ છે. આ પૂર્વે 2022ના ફેબ્રુઆરી મહિનામાં 1.82 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતી એની તુલનાએ 2023ના ફેબ્રુઆરી મહિનામાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં 39 ટકાનો ઉછાળો નોંધાયો છે.

બીએસઈ સ્ટાર એમએફ એ દેશનું સૌથી મોટું એક્સચેન્જ સંચાલિત ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે, જેના પર બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ છે.