ન્યૂયોર્કઃ રોઈટર સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આલ્ફાબેટ કંપની 12,000 નોકરીઓ બંધ કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવે કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં જણાવ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રને હચમચાવી મૂકનાર છટણીના સમાચારોમાં આ નવા છે. આવનારા દિવસોમાં ગૂગલ-આલ્ફાબેટની હરીફ માઈક્રોસોફ્ટ કોર્પ કંપની પણ 10,000 કર્મચારીઓને છૂટા કરવાની છે.
આર્થિક અનિશ્ચિતતાના સમયગાળામાં આ નવા સમાચાર આવ્યા છે. બીજી બાજુ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ કંપનીઓ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા અદ્યતન સોફ્ટવેરમાં મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટ કરવા ધારે છે.