ગૂગલે કર્મચારીઓને વધારાના બોનસની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કોરોના કાળના આ દોરમાં જ્યાં લોકોએ નોકરીઓથી હાથ ધોવા પડ્યા છે, એ દોરમાં ગૂગલે કર્મચારીઓને શાનદાર ભેટ આપી છે. દિગ્ગજ ટેક કંપની અલાબેટ ઇન્ક.ના સર્ચ એન્જિન કંપની ગૂગલે વિશ્વભરના કર્મચારીઓને વધારાનું બોનસ આપવાની જાહેરાત કરી છે.

ગૂગલે વિશ્વભરના કંપનીના બધા કર્મચારીઓને 1600 અમેરિકી ડોલર એટલે કે રૂ. 1.21 લાખનું વધારાનું બોનસ આપ્યું હતું. આ બોનસ માત્ર ગૂગલના કર્મચારીઓ જ નહીં, બલકે, કંપનીના વિસ્તરણ પામેલા વર્કફોર્સ અને ઇન્ટર્ન્સને પણ મળશે. આ બોનસ ગૂગલના ક્રમચારીઓને આ મહિને આપવામાં આવશે. ગૂગલે

અગાઉ માર્ચમાં ગૂગલના આંતરિક સર્વેમાં ખુલાસો થયો હતો કે કર્મચારીઓના આરોગ્ય પર છેલ્લા એક વર્ષમાં પ્રતિકૂળ અસર પડી હતી, જે પછી કંપનીએ કર્મચારીઓ માટે 500 ડોલરના બોનસ સહિત કેટલાક લાભોની જાહેરાત કરી હતી.

કર્મચારીઓને એ બેનિફિટ ગૂગલના વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ અને વેલ બીઇંગ બોનસના સિવાય છે, જે કંપનીએ કર્મચારીઓને સહારો આપવા માટે આપ્યું હતું. ગૂગલે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે કોરોના રોગચાળાને લીધે વર્ક ફ્રોમ કલ્ચરને ફરીથી ઓફિસોમાં કામ કરવાની યોજનાને કંપનીએ અનિશ્ચિત સમય માટે ટાળી દીધી છે.

કંપનીએ નવા વેરિયેન્ટ ઓમિક્રોનથી જોડાયેલી આશંકા વચ્ચે ફરજિયાત રસી લીધેલા કર્મચારીઓના વિરોધને જોતાં ફરીથી ઓફિસમાં કામ કરવાની યોજનાને અનિશ્ચિત સમય સુધી ટાળી દીધી હતી. આ પહેલાં એવી અપેક્ષા હતી કે ગૂગલના કર્મચારીઓ 10 જાન્યુઆરી, 2022થી એક વખત ફરી ઓફિસમાં કામ શરૂ કરી દેશે.