ફીચર ફોન યુઝર્સ પણ UPIથી ચુકવણી કરી શકશેઃ RBI

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ ચુકવણીનો વ્યાપ વધારવાના હેતુથી ફીચર ફોનના વપરાશકર્તાઓ માટે UPI  (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) આધારિત ચુકવણીનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા મોબાઇલ યુઝર્સ છે. દેશમાં આશરે 118 કરોડ યુઝર્સ છે અને તેમાં પણ ફીચર્સ ફોનના વપરાશકર્તાઓની સંખ્યા ઘણી વધુ છે. ફીચર ફોનના વપરાશકર્તાઓ પાસે ડિજિટલ ચુકવણીના પ્રકારોની સીમિત પહોંચ છે.

નિયામકીય સેન્ડબોક્સ (સીમિત પ્રકારોમાં નવા ઉત્પાદનો અને સર્વિસનું સીધું પરીક્ષણ)ના પહેલના ગ્રુપમાં કેટલાક સંશોધનકારોએ રિટેલ પેમેન્ટ્સ વિષય હેઠળ ફીચર ફોન ચુકવણી માટે સફળતાપૂર્વક રીત બતાવવાનું પ્રદર્શન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ ઉત્પાદનો કેટલાંક પૂરક સમાધાનોની સાથે ફીચર ફોનમાં ડિજિટલ ચુકવણીની સુવિધા આપી શકાય એમ છે. જેથી ડિજિટલ ચુકવણીનો વ્યાપ વધારવાના હેતુથી ફીચર ફોનના ઉપયોગકર્તાઓ માટે UPI આધારિત ચુકવણી ઉત્પાદનોને રજૂ કરવાનો પ્રસ્તાવ છે.

ફીચર્સ ફોન્સ માટેના UPI પ્લેટફોર્મની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. UPI એપમાં ઓન-ડિવાઇસ વોલેટના માધ્યમથી નાના વ્વહારોની લેવડદેવડને સુરક્ષિત કરવા માટે એક સરળ પ્રક્રિયા બનાવવાનો પ્રસ્તાવ છે, જે વપરાશકર્તાઓ માટે લેવડદેવડના અનુભવમાં કોઈ પણ બદલાવ વિના બેન્કોની પ્રણાલીથી જોડાયેલાં સંસાધનોની સલામતી કરશે.

રિઝર્વ બેન્ક દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે દેશમાં ટ્રાન્ઝેક્શન માટે UPI આજે એક સૌથી મોટી રિટેલ પેમેન્ટ સિસ્ટમ છે અને ડિજિટલ પેમેન્ટ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]