2024ની લોકસભા-ચૂંટણીમાં ભાજપ 418-સીટ જીતશેઃ ચંદ્રકાંત પાટીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો છે કે એમનો પક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયી થશે અને ઓછામાં ઓછી 418 બેઠકો જીતશે. ભાજપ વિરુદ્ધ મજબૂત વિરોધપક્ષ ઊભો કરવા કોંગ્રેસ અને શિવસેનાનો સાથ લેવાના શરદ પવારની આગેવાની હેઠળના NCP પક્ષની ચંદ્રકાંત પાટીલે ઝાટકણી કાઢી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું એમના કામ પર વધારે લક્ષ છે. અમે વિકાસના માર્ગે છીએ. અમને વિરોધપક્ષ જેવા રાજકારણમાં રસ નથી.