ન્યુ યોર્કઃ વિદેશી કંપનીઓ ચીનના તેજીમય અર્થતંત્રનો લાભ લેવા માટે અને કોવિડ-19ના રોગચાળાના યોગ્ય સંચાલનનો લાભ લેવા માટે અમેરિકામાંથી ચીન અને ભારત તરફ પ્રયાણ કરી રહી છે. ગયા વર્ષે અમેરિકાએ વિદેશી કંપનીઓનું સીધું મૂડીરોકાણ 49 ટકા ઘટીને 134 અબજ ડોલર થયું હતું. આની વિરુદ્ધમાં ચીનમાં વર્ષ 2020માં વિદેશી સીધું મૂડીરોકાણ ચાર ટકા વધીને 163 અબજ ડોલર થયું છે, એમ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મુજબ વર્ષ 2020 ઇતિહાસમાં ચીને સીધા વિદેશી મૂડીરોકાણ મામલે અમેરિકાને પાછળ છોડ્યું છે. હવે વિદેશી કંપનીઓનું મૂડીરોકાણ મેળવનાર વિશ્વનો પહેલો દેશ ચીન બની ગયો છે. જોકે અમેરિકામાં કોવિડ-19 રોગચાળો સીધા વિદેશી મૂડીરોકાણ મેળવવામાં સૌથી મોટું અડચણ હતું અને વિશ્વના મોટા ભાગના દેશોમાં વિદેશી કંપનીઓના વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો અને અમેરિકામાં તો રોગચાળા પહેલાં જ મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો.
વળી, રોગચાળાને કારણે વિશ્વભરમાં વેપાર-વ્યવસાયમાં, સપ્લાય ચેઇનમાં અને નફો જાળવવા માટે ઉદ્યોગોએ વેપારની રીતભાતમાં બદલાવ કર્યો હતો. અમેરિકાના વેપાર વિભા અનુસાર વર્ષ 2015માં વિદેશી મૂડીરોકાણમાં 440 અબજ ડોલરનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. હોલસેલ ટ્રેડ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ટરનેશનલ મર્જર અને એક્વિઝિશન તેમ જ વિદેશી રોકાણકારો દ્વારા અમેરિકી એસેટ્સના વેચાણમાં 41 ટકાનો ઘટાડો થયો હતો. ભારતના સીધા વિદેશી મૂડીરોકાણમાં 13 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આ સાથે યુકે અને ઇટાલીમાં એફડીઆઇમાં આશરે 100 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે રશિયામાં 96 ટકા, જર્મનીમાં 61 ટકા અને બ્રાઝિલમાં 50 ટકા સહિત ઓસ્ટ્રેલિયા, ફ્રાંસમાં દ્વિઅંકી ઘટાડો નોંધાયો હતો. ઓવરઓવ એફડીઆઇમાં 1990ના દાયકકા પછી ગયા વર્ષે એફડીઆઇમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.