IC15 ઇન્ડેક્સમાં 369 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે પણ મિશ્ર વલણ યથાવત્ રહ્યું હતું. રશિયા-યુક્રેનના યુદ્ધ સંબંધે વૈશ્વિક સ્તરે આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાના વાતાવરણમાં પુરવઠા તંત્ર પર હજી વિપરીત અસર થવાની ભીતિ છે. તેને લીધે ક્રિપ્ટો એસેટ્સમાં લિક્વિડેશન વધવા લાગ્યું છે.

શુક્રવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ સ્થિત ક્રિપ્ટો કંપનીઓને રશિયન ક્લાયન્ટ્સની અબજો ડોલર મૂલ્યની ક્રિપ્ટોકરન્સીના લિક્વિડેશન માટેની રિક્વેસ્ટ મળી હતી. આ હિલચાલનું કારણ એ છે કે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ તથા અન્ય દેશોએ રશિયા પર લાદેલાં નિયંત્રણોમાં ક્રિપ્ટોકરન્સીને પણ આવરી લેવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

શનિવારે બપોર સુધીના ગાળામાં બિટકોઇન મામૂલી વૃદ્ધિ સાથે 39,100 ડોલર થયો હતો તથા ઈથેરિયમનો ભાવ 2,600 ડોલર પર પહોંચ્યો હતો.

ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.65 ટકા (369 પોઇન્ટ) ઘટીને 56,057 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,426 ખૂલીને 57,528 સુધીની ઊંચી અને 54,778 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
56,426 પોઇન્ટ 57,528 પોઇન્ટ 54,778 પોઇન્ટ 56,057

પોઇન્ટ

ડેટાનો સમયઃ 12-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)