કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે તે ભાજપ અને ચૂંટણી પંચના એ કાવતરાનો પર્દાફાશ કરશે, જેમાં બંગાળી મતદારોને મતાધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે.” કોલકાતાના મેટ્રો સ્ટેશનની બહાર ધરણાં શરૂ કરતાં તેમણે આ વાત કહી હતી. આ ધરણાં એ ગેરરીતિઓ સામે હતાં, જેમાં ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલુ (SIR) દરમિયાન લાખો લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.
મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું બંગાળી મતદારોને મતાધિકારથી વંચિત કરવાની ભાજપ-ચૂંટણી પંચના ષડયંત્રનો પર્દાફાશ કરીશ.
ભાજપનો બહિષ્કાર કરો – અભિષેક બેનર્જી
અભિષેક બેનરજીએ ધરણાં દરમિયાન આવનારી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મતદારોને ભાજપનો “બહિષ્કાર” કરવા અપીલ કરતાં કહ્યું હતું કે ભાજપનો બહિષ્કાર કરો. તમને TMC પસંદ ન હોવા માટે કારણ હોઈ શકે, પરંતુ જેમણેમાં થોડુંપણ બંગાળી માટે ગૌરવ છે તેમણે ભાજપને મત ન આપવો જોઈએ. મેં પહેલેથી જ આગાહી કરી હતી કે ભાજપને (294માંથી) 50થી વધુ બેઠકો નહીં મળે. SIRને નામે જે થયું છે તેના પછી તો તેમની બેઠકો 40થી વધુ ન હોવી જોઈએ.
તેમણે આગળ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમે ‘ભાજપને મત ન આપો’નો નારો આપ્યો હતો. હવે અમે ‘ભાજપનો બહિષ્કાર કરો’નો નારો આપી રહ્યા છીએ. એનો સામાજિક બહિષ્કાર કરો.
મતદાર યાદી અંગે વિવાદ
ચૂંટણી પંચે 28 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળની અંતિમ મતદાર યાદીનો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો હતો, જેમાં 61.8 લાખ નામ હટાવવામાં આવ્યાં હતાં અને SIR પછી યાદીમાં 7.46 કરોડ મતદારો રાખવામાં આવ્યા હતા.
ભાજપનો મમતા બેનર્જી પર પ્રહાર
ભાજપે મમતા બેનર્જીનાં ધરણાં પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ ઘૂસણખોરોને બચાવવા માટે આ પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે બેનર્જીને માત્ર મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત ઘૂસણખોરોને બચાવવામાં રસ છે, જે તેમની મતબેંકનો મોટો ભાગ છે. તેમને શરમ આવવી જોઈએ કે તેઓ એવા ઘૂસણખોરોને બચાવવા માટે ધરણાં કરી રહ્યાં છે જેમની મદદથી તેમણે ગયા ચૂંટણી જીતી હતી. પરંતુ હવે એવું નહીં થાય.


