એનએસઈમાં મુહૂર્તના કામકાજ પ્રસંગે આશિષકુમાર ચૌહાણની રોકાણકારોને શુભેચ્છા સાથે સલાહ

મુંબઈ તા. 12 નવેમ્બર, 2023:  નેશનલ સ્ટોકસ એક્સચેન્જમાં રવિવારે સાંજે 6.15થી 7.15 દરમિયાન વિક્રમ સંવત 2080ના મુહૂર્તનાં કામકાજ થયાં હતાં. એ દરમિયાન નિફ્ટી 50 આગલા શુક્રવારના 19,425.35ના બંધથી 100.20 પોઈન્ટ્સ વધીને 19,525.55 થયો હતો.

આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે મુહૂર્ત ટ્રેડિંગમાં આપણી સહિયારી આકાંક્ષાઓ પડઘાય છે. રોકાણકારો રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ મારફત કામ કરે એને એનએસઈ ઉત્તેજન આપે છે. રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ અને રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એકાદ દુખદ અનુભવ રોકાણકારને કાયમ માટે શેરબજારથી દૂર કરી દે છે. રોકાણકારોએ લાંબા ગાળાના ખેલાડી બનવું જોઈએ. તમારાં મૂડીરોકાણો ફળદાયી બનો અને આ દીવાળી તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિ લાવે એવી શુભકામના.