મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે દિવસના પ્રારંભે મોટો ઘટાડો થયા બાદ શોર્ટ કવરિંગ થતાં થોડો સુધારો નોંધાયો હતો. બિટકોઇન એક તબક્કે 21,000 ડોલરની નજીક પહોંચી ગયા બાદ વધીને 22,000 ડોલરની આસપાસ રહ્યો હતો. અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સની જેમ જ ક્રીપ્ટોમાં હિલચાલ જોવા મળી છે. એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં અને નાસ્દાકના ફ્યુચર્સમાં અનુક્રમે 0.4 ટકા અને 0.8 ટકાનો વધારો થયો છે.
હવે અમેરિકામાં ફુગાવાના તથા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પર નજર છે. ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક બુધવારે પૂરી થયા બાદ વ્યાજદરના વધારા વિશે જાણકારી મળશે અને અમેરિકન શ્રમ ખાતું પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર કરશે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.95 ટકા (1,506 પોઇન્ટ) ઘટીને 28,872 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,378 ખૂલીને 30,591 સુધીની ઉપલી અને 26,571 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
30,378 પોઇન્ટ | 30,591 પોઇન્ટ | 26,571 પોઇન્ટ | 28,872 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 14-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |