મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નફો અંકે કરવાના વલણને લીધે મંગળવારે ઘટાડો થયો હતો. બિટકોઇન 23,500 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં ફુગાવો હવે ટોચે પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં એમાં ઘટાડો જ થશે એવા આશાવાદને પગલે સ્ટોક્સ ફ્યુચર્સમાં વૃદ્ધિ નોંધાઈ છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સના ફ્યુચર્સમાં 0.2 ટકાનો તથા નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 0.1 ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકામાં જુલાઈ મહિનાનો ફુગાવાનો આંક બુધવારે જાહેર થવાનો છે. ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે જૂનના 9.1 ટકાના દરની સામે જુલાઈનો ફુગાવાનો દર 8.7 ટકા રહેવાનો અંદાજ છે.
દરમિયાન, અમેરિકામાં નાણાં ખાતાએ તમામ અમેરિકનો માટે ટોર્નેડો કેશન નામની ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્રીપ્ટો મિક્સિંગ સેવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ક્રીપ્ટો ઉદ્યોગને આંચકો લાગ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.78 ટકા (973 પોઇન્ટ) ઘટીને 33,953 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,926 ખૂલીને 35,374 સુધીની ઉપલી અને 33,916 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
34,926 પોઇન્ટ | 35,374 પોઇન્ટ | 33,916 પોઇન્ટ | 33,953 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 9-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |