આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ અમેરિકામાં આ સપ્તાહના અંત ભાગમાં જાહેર થનારા ફુગાવાના આંકડા મોંઘવારી કાબૂમાં આવી રહી હોવાનું દર્શાવે એવી સંભાવના છે. આ આશાવાદને પગલે રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ખરીદારી શરૂ કરી છે. સોમવારે બિટકોઇન 10 દિવસની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો.

અનેક કંપનીઓનાં નાણાકીય પરિણામો આવવાનાં છે એવામાં અમેરિકન સ્ટોક ફ્યુચર્સમાં વધારો થયો છે. એસએન્ડપી 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.2-0.2 ટકાનો અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 0.4 ટકાનો વધારો થયો હતો.

શુક્રવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ અમેરિકામાં રોજગારનું નોંધપાત્ર સર્જન થયું છે. જુલાઈ મહિનાનો ફુગાવાનો દર પણ ઘટશે એવી ધારણા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.89 ટકા (1,628 પોઇન્ટ) વધીને 34,926 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,297 ખૂલીને 35,069 સુધીની ઉપલી અને 33,247 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,297 પોઇન્ટ 35,069 પોઇન્ટ 33,247 પોઇન્ટ 34,926 પોઇન્ટ

ડેટાનો સમયઃ 8-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)