મુંબઈઃ અમેરિકામાં જીડીપીના આંકડા ધારણા કરતાં વધુ સારા આવ્યા હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ફરી તેજીતરફી ચાલ જોવા મળી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (495 પોઇન્ટ) ઘટીને 47,538 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 48,033 ખૂલીને 48,183ની ઉપલી અને 47,286 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટોચના ઘટેલા કોઈન યુનિસ્વોપ, પોલકાડોટ, કાર્ડાનો અને એક્સઆરપી હતા. ડોઝકોઇન અને પોલીગોનમાં વધારો નોંધાયો હતો.
દરમિયાન, બ્લોકચેઇન પ્રોટોકોલ અલગોરાન્ડે ભારતમાં વેબ3 ફાઉન્ડેશનને પ્રોત્સાહન આપવા માટે પોતાનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. એ માટે એણે નાસકોમ, ટાઇ બેંગલોર અને માન દેશી ફાઉન્ડેશન સાથે સહકાર સાધ્યો છે.
અન્ય એક અહેવાલ મુજબ વૈશ્વિક ટેક્નોલોજી નેટવર્ક આયોટાએ મધ્ય પૂર્વમાં ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (ડીએલટી)ની વૃદ્ધિ માટે અબુ ધાબીમાં ડીએલટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. એમાં 100 મિલ્યન ડોલરનું ભંડોળ રાખવામાં આવ્યું છે. બીજી બાજુ, ફોર્બ્સે 30ની વયની નીચેના અમીરોની યાદી બનાવવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. એમાં ઈથેરિયમ બ્લોકચેઇનનો ઉપયોગ કરવામાં આવશે.