અમદાવાદ: કિશોર વયના બાળકોમાં સમાજ પ્રત્યેનું કર્તવ્ય અને જવાબદારીને સમજાવવા માટે બ્રહ્મકુમારી મહાદેવનગરે અનોખી પહેલ કરી છે. તેમણે સમર કેમ્પમાં નશામુક્ત ભારત રેલીનું આયોજન કર્યું હતું. સાથે જ રેડ ક્રોસ સોસાયટીની મુલાકાત લીધી હતી.બ્રહ્માકુમારીઝ, મહાદેવનગર દ્વારા દર વર્ષે 9 થી 15 વર્ષના બાળકો માટે વિના મુલ્યે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પ દરમ્યાન વિભિન્ન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં સમાજ પ્રત્યેનું કર્તવ્ય તેમજ જવાબદારી મહસુસ થાય તે માટે વૃદ્ધાશ્રમ, સામાજિક સંસ્થાઓની મુલાકાત, સ્વચ્છતા અભિયાન, જાગૃતિ રેલી વગેરેનું આયોજન પણ કરવામાં આવે છે.
આ વર્ષે પણ બાળકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી નશામુક્ત ભારત જાગૃતિ રેલી તેમજ રેડ ક્રોસ સોસાયટીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટીમાં પહોંચી બાળકોને રેડક્રોસ સોસાયટીની પ્રવૃતિઓ વિષે પણ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી. કે. મનિષા બેને કર્યું હતું.
