અમેરિકામાં મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ કેમ લાગ્યા નારા?

અમેરિકા: મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ ન્યુયોર્કમાં નારા લગાવવામાં આવ્યા. પ્રદર્શનકારીઓએ તેમના વિરુદ્ધ ‘વાપસ જાઓ’ના નારા લગાવ્યા. મોહમ્મદ યૂનુસ 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. હાથમાં પોસ્ટર લઈને લોકોએ ‘ Younus Go Back’ના નારા લગાવ્યા હતા. પોસ્ટર્સમાં ‘શેખ હસીના અમારા વડાપ્રધાન છે’ જેવા મેસેજ લખ્યા હતા. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા અને સંસદ ભંગ થયા બાદ મોહમ્મદ યૂનુસે 8મી ઓગષ્ટના રોજ વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.  અમેરિકામાં પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે 84 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ ગંદી રાજનીતિ રમીને સત્તામાં આવ્યા છે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમે ધર્મનિરપેક્ષ લોકતંત્રમાં વિશ્વાસ કરીએ છીએ. બળપૂર્વક સત્તા હાંસલ કર્યા બાદ તેમણે હિન્દુઓ અને ખ્રિસ્તીઓને મારવાનું શરૂ કરી દીધું. અમારા લોકો બાંગ્લાદેશમાં સુરક્ષિત નથી.