બાબર આઝમે કરાચીમાં રચ્યો ઇતિહાસ રચ્યો, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, કોહલીને આપી માત

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમે ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચ કરાચીમાં રમાઈ રહી છે. આ મેચમાં બાબર આઝમ 29 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે રનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો.

બાબરે ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો. બાબર વનડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

કરાચીમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ટીમે ૧૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૬૩ રન બનાવી લીધા હતા. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ફખર ઝમાન ઓપનિંગ કરવા આવ્યા હતા. ફખર ૧૦ રન બનાવીને આઉટ થયો. જ્યારે બાબરે 34 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ મેચ દરમિયાન બાબરે ODI માં 6000 રન પૂરા કર્યા.