કોલકાતાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ખરાબ પ્રકાશને કારણે રમત સમય પહેલાં બંધ કરવામાં આવી હતી. દિવસના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર સાત વિકેટે 93એ પહોંચ્યો હતો. બીજી ઈનિંગમાં તેમની પાસે માત્ર 63 રનની લીડ છે. કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન સાથે ક્રીઝ પર ટકી રહ્યો છે. બીજા દિવસે કુલ 15 વિકેટ પડી હતી, શક્ય છે કે આ મેચનું પરિણામ ત્રીજા દિવસે એટલે કે આવતી કાલે આવી જાય. બીજી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ખેરવી હતી.
બીજા દિવસે ભારતે 37 રને એક વિકેટથી પોતાની પહેલી ઈનિંગ આગળ વધારી હતી. કે. એલ. રાહુલે 39 અને વોશિંગ્ટન સુંદરએ 29 રન બનાવ્યા. ઋષભ પંત 27 રન પર આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ પણ 27 રનનું યોગદાન આપ્યું હતું.ભારતીય કેપ્ટન શુભમન ગિલને સ્વીપ શોટ રમતી વખતે ખેંચ આવતાં માત્ર ત્રણ બોલમાં 4 રન પર રિટાયર્ડ આઉટ થયો હતો. BCCIએ સ્ટેટમેન્ટ આપ્યું કે ગિલ હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેની સ્થિતિ જોયા બાદ આગળનો નિર્ણય લેવાશે. અક્ષર પટેલે 16 અને ધ્રુવ જુરેલે 14 રન બનાવ્યા હતા.
That will be Stumps on Day 2⃣! 🙌
4⃣ wickets for Ravindra Jadeja
2⃣ wickets for Kuldeep Yadav
1⃣ wicket for Axar PatelAn impressive show from #TeamIndia bowlers in the 2️⃣nd innings 👏
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/kHVZ8PP99R
— BCCI (@BCCI) November 15, 2025
બીજી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે દક્ષિણ આફ્રિકાએ બેટિંગ લાઇન–અપને તહસનહસ કરી દીધી હતી. દક્ષિણ આફ્રિકાની તમામ સાત વિકેટ ભારતીય સ્પિનરોને મળી હતી. જાડેજાએ અત્યાર સુધી 4, કુલદીપ યાદવે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે કુલ 15 વિકેટ પડી, જેમાંથી ભારતની આઠ વિકેટ પડી અને ગિલ રિટાયર્ડ આઉટ થઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગમાં સાત વિકેટ ગુમાવી હતી.


