વિસ્ટાડોમ કોચવાળી કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરી, રવિવારે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નગરસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ને જોડતી આઠ ટ્રેનોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી. આ ટ્રેનો કેવડિયાને અમદાવાદ, મુંબઈ, વારાણસી, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડે છે. આ આઠ ટ્રેનોમાં એક – અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની વિશેષતા એ છે કે એમાં એક કોચ વિસ્ટાડોમ ટેક્નોલોજીવાળો છે જેમાં પ્રવાસીઓની ચેર 360 ડિગ્રી ફરી શકે છે જેથી એમને ચારેતરફનું દ્રશ્ય જોવા મળશે. કોચની છત કાચની બનાવેલી છે જેથી આકાશનું પણ દર્શન થઈ શકે છે.

કેવડિયા સ્ટેશન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકથી પાંચ-છ કિલોમીટર દૂર આવેલું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.