મુંબઈગરાંઓને આવકારવા મેટ્રો રેલવે સેવા સજ્જ…

મુંબઈમાં વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો રેલવે સેવા 19 ઓક્ટોબર, સોમવારથી ફરી શરૂ થવાની છે. એ માટે 18 ઓક્ટોબર, રવિવારે ટ્રેનોમાં તથા પ્લેટફોર્મ પર કર્મચારીઓ સેનિટાઈઝિંગ કામગીરી બજાવતા જોવા મળ્યા હતા. મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ કંપની આ સેવાનું સંચાલન કરે છે.

કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે સાત મહિનાથી મેટ્રો ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે.

ટ્રાયલ રનના ભાગ રૂપે એક મેટ્રો ટ્રેન અંધેરી સ્ટેશનેથી જતી જોઈ શકાય છે.

મુંબઈમાં ચેમ્બૂર અને લોઅર પરેલ વિસ્તાર વચ્ચે મોનોરેલ સેવાને ફરી શરૂ કરવામાં આવી છે. કર્મચારી ટ્રેનની બેઠકોને સેનિટાઈઝ કરે છે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાતાં આ સેવા સાત મહિનાથી બંધ રાખવામાં આવી હતી.