કોરોનાવાઈરસ બીમારીના કેસ ફરી વધી જતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં વીક-એન્ડ લોકડાઉન લાગુ કર્યું છે. એને કારણે 10-11 એપ્રિલના શનિવાર-રવિવારે મુંબઈ શહેરમાં દુકાનો-શોરૂમ્સ, બજારો, ઓફિસો બંધ રાખવામાં આવ્યા છે અને ઠેરઠેર રસ્તાઓ આવા સૂમસામ જોવા મળ્યા હતા. ઉપરની તસવીર દક્ષિણ મુંબઈના જે.જે. ફ્લાયઓવરની છે, જ્યાં સામાન્ય રીતે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, પણ વીક-એન્ડ લોકડાઉનને કારણે ગણ્યાગાંઠ્યા વાહનો પસાર થતા જોવા મળે છે. કોરોનાનો ફેલાવો રોકવા માટે શહેરમાં શુક્રવાર રાતે 8 વાગ્યાથી લઈને સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીક-એન્ડ લોકડાઉન ઘોષિત કરાયું છે જ્યારે નાઈટ-કર્ફ્યૂ (રાતે 8થી સવારે 7) તમામ દિવસોએ લાગુ હોય છે. વહીવટીતંત્રો તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વીક-એન્ડ લોકડાઉન કે કોરોના-કર્ફ્યૂ દરમિયાન આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. (તસવીરોઃ દીપક ધુરી)