અમેરિકામાં પોલીસ વિરુદ્ધ નાગરિકોના દેખાવો…

અમેરિકાના મિનેસોટા રાજ્યના બ્રુકલીન સેન્ટર શહેરમાં પોલીસ મુખ્યાલયની બહાર લોકો દેખાવો કરી રહ્યાં છે. બનાવની વિગત એવી છે કે પોલીસ ગોળીબારમાં ડોન્ટી રાઈટ નામના એક અશ્વેત-અમેરિકન યુવાનનું મોત થતાં લોકો પોલીસ પર રોષે ભરાયા છે.

ગઈ 11 એપ્રિલના રવિવારે બપોરે 20 વર્ષનો આફ્રિકન-અમેરિકન યુવાન ડોન્ટી રાઈટ એની કારમાં જતો હતો ત્યારે એક અન્ય વાહન સાથે એની કાર અથડાઈ હતી. ટ્રાફિક પોલીસનો દાવો છે કે એમણે ડોન્ટીને થંભી જવા કહ્યું હતું, પણ તે કાર ઝડપથી ભગાવીને નીકળી ગયો હતો. એમાં તેણે અન્ય વાહનોને ટક્કર મારી હતી. તેથી એક અનુભવી મહિલા પોલીસ અધિકારીએ એની પર ગોળીબાર કર્યો હતો. અહેવાલ અનુસાર, 48 વર્ષીય મહિલા પોલીસ અધિકારી કિમ પોટરે ડોન્ટી રાઈટ પર ગોળી છોડી હતી. પોટરે ગયા મંગળવારે રાજીનામું આપ્યું હતું અને તરત જ એમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કિમ પોટર કસુરવાર ઠરશે તો એમને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થશે.

પોલીસના હાથે ડોન્ટી રાઈટનું મૃત્યુ થતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે. ગયા સોમવારથી સતત ત્રણ દિવસ સુધી દેખાવકારો અને પોલીસો વચ્ચે અથડામણ થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]