અડવાણી, મોદીએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો…

દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો ઉગ્ર બન્યો છે ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત રસીકરણ ઝુંબેશ પણ વ્યાપકપણે ચાલી રહી છે. 8 એપ્રિલ, ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ‘એમ્સ’ હોસ્પિટલમાં જઈને કોવેક્સીન રસીનો બીજો અને આખરી ડોઝ લીધો હતો. કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે પણ રસી લીધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (93)એ પણ ‘એમ્સ’ હોસ્પિટલમાં જઈને કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો.