‘ભારત સાથે રફાલ-સોદામાં કોઈ ગેરરીતિ થઈ નથી’

પેરિસઃ યુદ્ધવિમાનો રફાલની ઉત્પાદક ફ્રેન્ચ કંપની દાસો એવિએશને કહ્યું છે કે ભારતને 36 ફાઈટર વિમાનો વેચવાના સોદામાં કોઈ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી. આ સોદો અનેક પ્રકારની ચકાસણીઓ બાદ પાસ થયો છે. એમાં કોઈ પ્રકારનું ઉલ્લંઘન થયું નથી. સોદામાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે તેણે કડક આંતરિક પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. દાસોની આ સ્પષ્ટતા સાથે આ સોદામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના અમુક અહેવાલોને રદિયો મળે છે.

રફાલ વિમાન ટ્વિન-જેટ કોમ્બાટ વિમાન છે. તે ટૂંકી તેમજ લાંબી, એમ બંને રેન્જના મિશન પર જવા સક્ષમ છે. તેનો ઉપયોગ ભૂમિ પરથી તેમજ દરિયામાં હુમલા માટે કરી શકાય છે.