મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર…

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કેટેગરી માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ૧૦ ઓક્ટોબર, મંગળવારે ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે યોજાઈ ગયેલા સમારંભમાં કવિ નર્મદ પારિતોષિક-૨૦૧૭ જ્યેષ્ઠ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે જીવનગૌરવ પુરસ્કારોમાં, સાહિત્ય પુરસ્કાર આબિદ સુરતીને, કલા પુરસ્કાર ગૌતમ જોશીને, પત્રકારત્વ પુરસ્કાર શિરીષ મહેતાને અને સંસ્થા પુરસ્કાર ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અને ડો. જે.જે. રાવલ અતિથિ વિશેષ તરીકે તથા અકાદમીના સભ્ય અને વરિષ્ઠ સાહિત્યકાર દિનકર જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ પુરસ્કાર અર્પણ સમારંભ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્ય વિભાગ તથા સાંસ્કૃતિક નિયામક કાર્યાલય દ્વારા યોજવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]