GalleryEvents વડા પ્રધાને ભુજમાં ‘સ્મૃતિ વન સ્મારક’નું લોકાર્પણ કર્યું August 28, 2022 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં ભુજિયા ડુંગર ખાતે ‘સ્મૃતિ વન સ્મારક’નું લોકાર્પણ કર્યું હતું. એ વખતે એમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્મારક 2001ના જાન્યુઆરીમાં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં માર્યા ગયેલાઓની યાદમાં, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. સ્મૃતિવનના મ્યુઝિયમમાં ભૂકંપનો પ્રત્યક્ષ અનુભવ કરાવતું એક થિએટર છે, તે ઉપરાંત ઐતિહાસિક હડપ્પા વસાહતો, ભૂકંપને લગતી માહિતી, ગુજરાતની કલા અને સંસ્કૃતિ અને વિકાસયાત્રા દર્શાવવામાં આવશે. વડા પ્રધાને સ્મૃતિવન તથા ત્યાંના મ્યુુઝિયમનું નિરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાને સ્મૃતિવન તથા ત્યાંના મ્યુુઝિયમનું નિરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાને સ્મૃતિવન તથા ત્યાંના મ્યુુઝિયમનું નિરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાને કચ્છ જિલ્લાની જનતાના કલ્યાણાર્થે કરોડો રૂપિયાના ખર્ચવાળી વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજના કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત જનસભામાં પરંપરાગત કચ્છી પહેરવેશમાં સજ્જ થયેલા વડા પ્રધાને કહ્યું હતું કે કચ્છ આજે દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આજે ફળોના ઉત્પાદન મામલે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. વડા પ્રધાન મોદીએ ભુજ શહેરમાં રોડ-શો કરીને સ્થાનિક લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ભુજ એરપોર્ટ પર વડા પ્રધાન મોદીનું સ્વાગત કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ