પ્રિયા દત્તે મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી ઉમેદવારી નોંધાવી…

0
3800
મુંબઈમાં લોકસભાની ઉત્તર-મધ્ય બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર પ્રિયા દત્તે 8 એપ્રિલ, સોમવારે સવારે બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત જિલ્લા કલેક્ટરની કચેરીએ જઈને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. એમની સાથે એમનાં ભાઈ સંજય દત્ત પણ હતા. પ્રિયાનો સામનો છે ભાજપનાં પૂનમ મહાજન સામે, જે 2014ની ચૂંટણીમાં વિજયી બન્યાં હતાં. આ મતવિસ્તારમાં આશરે 16 લાખ મતદારો છે. આ મતવિસ્તારમાં આવતા છ વિધાનસભા મતવિસ્તારો છે - વિલે પારલે, ચાંદીવલી, કુર્લા, કલીના, બાન્દ્રા (ઈસ્ટ) અને બાન્દ્રા (વેસ્ટ). પ્રિયા દત્ત ઉમેદવારી નોંધાવતાં પહેલાં દાદરસ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. મુંબઈમાં 29 એપ્રિલે મતદાનનો દિવસ છે.