કંગનાએ મહાપાલિકાએ તોડેલી ઓફિસની મુલાકાત લીધી…

મહારાષ્ટ્ર સરકાર અને શાસક પાર્ટીઓમાંની એક, શિવસેના સામે જંગે ચડેલી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે 10 સપ્ટેમ્બર, ગુરુવારે મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એની ઓફિસની મુલાકાત લીધી હતી, જ્યાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકા (BMC)એ બુધવારે કેટલાક ‘ગેરકાયદેસર’ બાંધકામને તોડી પાડ્યું હતું. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે કંગનાએ એ વખતે એનાં મોઢા પર માસ્ક પહેર્યો નહોતો. કંગનાએ BMCની કાર્યવાહી સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. કોર્ટે કાર્યવાહી સામે સ્ટે ઓર્ડર આપ્યો છે અને વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. સુશાંત સિંહ રાજપૂત ભેદી મૃત્યુ કેસમાં નબળી તપાસ કરવાના મુદ્દે કંગનાએ મુંબઈ પોલીસ અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે તેથી સરકાર-શિવસેના એની વિરુદ્ધમાં છે. પરિસ્થિતિને પારખી જઈને કેન્દ્ર સરકારે કંગનાને Y-Plus કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]